Monday, January 23, 2012

સૂર્યને જળ કેમ ચઢાવવામાં આવે છે?


સૂર્યને જળ કેમ ચઢાવવામાં આવે છે?




હિંદુ ધર્મ પદ્ધતિ સહીત કેટલાંય ધર્મોમાં સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય દેવાનું મહત્વ છે. તેના ઘણાં ફાયદા દર્શાવવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું સૂર્યને જળ ચઢાવવાથી પ્રત્યક્ષ કોઈ લાભ મળ છે કે નહીં? વાસ્તવમાં સૂર્યને જળ ચઢાવવાથી આપણાં વ્યક્તિત્વ પર સીધી અસર પડે છે.


તેના બે કારણો છે. સૂર્યને અર્ઘ્ય દેવા પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચઢાવીએ છીએ, તો તેનાથી પ્રત્યક્ષ રીતે આપણાં સ્વાસ્થ્ય પર અસર પડે છે. સવાની તાજી હવા અને સૂર્યનું પહેલું કિરણ આપણા પર પડે છે. તેનાથી આપણા ચહેરા પર તેજ દેખાય છે.
બીજું કારણ છે કે જ્યારે આપણે સૂર્યને જળ ચઢાવીએ છીએ અને પાણીની ધારાની વચ્ચે ઉગતા સૂર્યને જોઈએ છીએ, તો નેત્ર જ્યોતિ વધે છે. પાણીમાં થઈને કિરણો જ્યારે શરીર પર પડે છે, ત્યારે તેના કિરણોના રંગનો પણ આપણાં શરીર પર પ્રભાવ પડે છે. જેમાં વિટામિન ડી જેવા કોઈ ગુણ પણ મોજૂદ હોય છે. માટે કહેવામાં આવે છે કે જો ઉગતા સૂર્યને જળ ચઢાવામાં આવે, તો તે વ્યક્તિમાં સૂર્ય જેવું તેજ આવે છે. 

No comments:

Post a Comment