Monday, January 23, 2012

ગૃહપ્રવેશ વખતે કળશ કેમ?


ગૃહપ્રવેશ વખતે કળશ કેમ?


જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરુર મુકવો. આ કળશને દૂઘ, મધ, અનાજ કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં.


આખરે કળશ મુકવાનું કારણ શું હોઈ શકે ? શું આ કોઈ ટુચકા કે કેવળ પરંપરા છે? કળશ રાખવાથી શું ફાયદો થાય ? આ પ્રકારના અનેક સવાલ આપણા મનમાં ઘર કરી જાય છે.તેમાં ભરવામાં આવતી અનેક પ્રકારની વસ્તુઓથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા બહાર જાય છે.


કળશની આકૃતિ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઉર્જા ગ્રહણ થઈ શકે છે. 


 તેનાથી દુકાન, ઓફિસ કે ઘરમાં હંમેશા સારું વાતાવરણ રહે છે. અહીં નિવાસ કરનારા લોકોનું મન પ્રફુલ્લિત રહે  છે.તેમને માનસિક, પારિવારિક કે શારિરીક મુશ્કેલીઓ નડતી નથી. 

No comments:

Post a Comment