Tuesday, January 31, 2012

કોટનના બનેલા કપડાને પહેલી વખત ધોયા પછી ચડી જાય છે.


કોટનના બનેલા કપડાને પહેલી વખત ધોયા પછી ચડી જાય છે.

મિલમાં સૂતરનું કાપડ તૈયાર થયા બાદ સરસ ફિનિશિંગ માટે તેના પર ખાસ પ્રક્રિયા કરાય છે, જેને કેલેન્‍ડરિંગ અને સ્‍ટાર્ચ પ્રોસેસિંગ કહે છે. કારીગરો પહેલાં તે નરમ કાપડને સ્‍ટાર્ચવાળું કરે છે. ક્યારેક તેમાં થોડો ચોક પણ ભેળવે છે.
એ પછી દસ-બાર મોટાં રોલર્સ (નળાકારો) વચ્‍ચે તેને દબાણપૂર્વક પસાર કરે છે, જેથી ઢીલુંપોચું અને જાડું કાપડ એકદમ કડક અને પાતળું બને. (આ કાર્ય માટે વપરાતું કેલેન્‍ડર નામનું મશીન ૧૮૦૫માં ઇંગ્‍લેન્‍ડના જાણીતા ઈજનેર વિલિયમ સ્મિથે શોધ્‍યું હતું.) ઈસ્‍ત્રી ફેરવો ત્‍યારે કાપડ સહેજ વિસ્‍તરે તેમ કેલેન્‍ડરિંગ વખતે તો રોલર્સના સખત દબાણને લીધે તે પુષ્‍કળ વિસ્‍તરણ પામે છે. લંબાઈમાં અને પહોળાઈમાં ખાસ્‍સો વધારો થાય છે. કેલેન્‍ડર થયેલું બ્રાન્‍ડ-ન્‍યૂ કાપડ દેખાવમાં બહુ આકર્ષક લાગે, પણ તેને ધોયા પછી ઘણોખરો સ્‍ટાર્ચ નીકળી જાય છે. સૂતરના અતિશય લંબાવેલા સંખ્‍યાબંધ તાંતણા પણ સહેજ ટૂંકાયા વગર રહેતા નથી, માટે કાપડ પોતે ટૂંકું થાય છે. અમુક મિલો જો કે તેમના કાપડનું સેન્‍ફરાઇઝિંગ કરીને એટલે કે પાણીમાં ધોવાયા બાદ કાપડ ચડી ન જાય તેના માટે ખાસ પ્રક્રિયા કરીને જ વેચે છે.

No comments:

Post a Comment