Monday, January 23, 2012

સાંજના સમયે કેમ જમવું ન જોઈએ?


સાંજના સમયે કેમ જમવું ન જોઈએ?


આપણે કેવું જીવન જીવવું જોઈએ, આપણા વિચારો કેવા હોવા જોઈએ, આપણા કર્તવ્ય અને અધિકાર શું છે અને આપણએ કયા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? એવા જ અનેક પ્રશ્નોના જવાબો શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં દૈનિક કાર્ય સાથે જોડાયેલી કેટલીક પરંપરાઓ જેમ કે, સવારે વહેલાં ઊઠી જવું, સાંજના સમયે ન સૂવું, સાંજના સમયે ન વાંચવું અને સૂર્યાસ્તના સમયે ખાવું ન જોઈએ વગેરે પાછળ અનેક પરંપરાઓ બનાવવામાં આવી છે.




કહેવાય છે કે સાંજના સમયે ભોજન ન કરવું જોઈએ. આ સમયે પૂરાં ભક્તિભાવથી ભગવાનની પૂજા-અર્ચના તથા સંધ્યા કરવી જોઈએ. આ બાબતે વિદ્વાનોની માન્યતા છે કે, આ બધા કામોને સાંજના સમયે કરવાથી ઉંમર ઘટે છે. સાથે જ યશ, લક્ષ્મી, વિદ્યા વગેરેનો પણ નાશ થઈ જાય છે. તેનું વૈજ્ઞાનિક કારણે એવું છે કે, સૂર્યાસ્તના સમયે ભોજન કરવાથી પાચન શક્તિને અસર થાય છે અને પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાંજનો સમય આમેય અંધારું થવાને કારણે નકારાત્મક ઊર્જા એકદમ નીચી આવી જાય છે તથા ઘરમાં અજવાળું ન કરીએ ત્યાં સુધી તે દૂર થતી નથી. તેથી જ આ સમયે પૂજા-અર્ચના કરી ઘરમાં વીજળી અને દીવા-બત્તી પ્રગટાવી અંધારું દૂર કરી નકારાત્મકતા દૂર કરવી જોઈએ ત્યારબાદ જ જમવું જોઈએ.

No comments:

Post a Comment