Tuesday, January 31, 2012

માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવા કેમ જરૂરી છે?


માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવા કેમ જરૂરી છે?

કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં મંગળદોષ હોય છે તેમના લગ્નમાં વિઘ્નો આવે છે અથવા તો તેમના લગ્ન ખૂબ જ જલદી અથવા તો ખૂબ જ મોડા થાય છે. માંગલિક લોકોના લગ્નમાં મોડું થવા પાછળનું એક કારણ માંગલિક છોકરી કે છોકરો મળતો નથી તે પણ હોય છે. સમયસર યોગ્ય વર કે કન્યા મળતા નથી. અને જેઓ મળી જાય છે ત્યાં બીજી અન્ય અનેક સમસ્યાઓ સામે આવે છે. જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે મનમાં એવો ખયાલ આવે છે કે, માંગલિક છોકરાના લગ્ન માંગલિક છોકરી સાથે જ કેમ ન થઈ શકે? આવી વખતે ઘણા લોકો આ માન્યતાને અંધવિશ્વાસ માની લે છે.

પરંતુ આ અંધવિશ્વાસ નથી. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માંગલિક સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથી પાસે વિશેષ અપેક્ષાઓ રાખે છે, તથા જીવનસાથીની બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય છે. માંગલિક જાતક સહવાસની બાબતે ખૂબ જ પ્રબળ હોય છે, તેથી તેઓ પોતાના જીવનસાથી પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. પરંતુ જો તેમનો જીવનસાથી સંપૂર્ણ સહયોગ ન કરે ત્યારે તેમની વચ્ચે વિવાદ પેદા થવાનો ડર પેદા થાય છે. આ કારણે જ શાસ્ત્રોમાં ભાર આપવામાં આવ્યો છે કે માંગલિકના લગ્ન માંગલિક સાથે જ થાય. પરંતુ ક્યાંક ક્યાંક અપવાદ સ્વરૂપે છોકરાની કુંડળીમાં મંગળ દોષ હોય અને છોકરીની કુંડળીમાં 1, 4, 7, 8, 12 સ્થાને શનિ હોય કે મંગળની સાથે ગુરુ હોય ત્યારે પણ મંગળનો પ્રભાવ સમાપ્ત થયો માનવામાં આવે છે. માંગલિક જાતકના લગ્ન મોડેથી પણ સારી જગ્યાએ થાય છે.

માંગલિક પર મંગળ ગ્રહનો પ્રભાવ
માંગલિક વ્યક્તિ પર મંગળનો સીધો પ્રભાવ હોય છે. જો મંગળ અશુભ ફળ આપનાર હોય તો એ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ હોય છે જેમ કે લોહી સંબંધિત બિમારી, ભૂમિ-ભવન મામલે નુક્સાન, લગ્નમાં મોડુ વગરે. આ વ્યક્તિઓ સખત મહેનત કરવા છતાં સફળતા મેળવી શકતા નથી.

No comments:

Post a Comment