Tuesday, January 31, 2012

દૂધમાં ઉભરો ચડે છે તેમ પાણીમાં કેમ ચડતો નથી ?


દૂધમાં ઉભરો ચડે છે તેમ પાણીમાં કેમ ચડતો નથી ?


દૂધમાં કુદરતી પાણી મીનમમ ૮૩% અને મહત્તમ ૮૭% હોય છે. બાકીનાં તત્‍વોમાં પ્રોટિન ૩.૫% અને શર્કરા ૫% જ્યારે ચરબી સરેરાશ ૪% થી ૭% હોય છે. આમ તો દૂધમાં ચરબી અદ્રશ્‍ય રીતે પૂરેપૂરી ભળેલી રહે છે, પરંતુ દૂધને ગરમ કરાય ત્‍યારે પોતાના હળવા વજનને લીધે સપાટી પર જમા થવા માંડે છે. દરમ્‍યાન નીચેના લેવલે દૂધ માંહ્યલું પાણી ગરમ થાય ત્‍યારે આપોઆપ વરાળના બારીક પરપોટા બને. ગરમ વરાળ હંમેશા ઊંચે ચડે, માટે તેઓ પણ સપાટી તરફ ઊંચે ગયા વગર રહેતા નથી. મલાઈનો એટલે કે ચરબીનો થર ત્‍યાં એ પરપોટાને કેદ પકડી રાખે છે. વળી થર નીચે પરપોટા વિસ્‍તરણ પામે છે, માટે ફુગ્‍ગામાં જાણે હવા ભરી હોય તેમ થર પોતે અધ્‍ધર ચડે છે.
નીચેના લેવલે દૂધ માંનું કેટલુંક વધુ પાણી સૂ્ક્ષ્‍મ પરપોટામાં ફેરવાય, ફીણની જેમ એ પરપોટા સપાટી તરફ ચડે, મલાઇના થરને ફુલાવે અને પોતે વિસ્‍તરણ પામતા જાય એટલે દૂધમાં ઊભરો આવે છે. ઉકળતા પાણીમાં એવું ન બને, કેમ કે દરેક પરપોટો સપાટી લગી પહોંચતા જ ફૂટી જાય છે.

No comments:

Post a Comment