Monday, January 23, 2012

પિતૃઓનું ભોજન કાગડાને કેમ ચઢાવવામાં આવે છે ?


પિતૃઓનું ભોજન કાગડાને કેમ ચઢાવવામાં આવે છે ?




્રાદ્ધ પક્ષમાં પિતૃઓની પસંદગીનું ભોજન બનાવીને તેનો ભોગ ચઢાવવામાં આવે છે. જેમ કે દરેક વ્યક્તિ જાણે છે કે શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો ઉત્સવ છે તેના માટે અનેક પ્રકારના મિષ્ટાન્ન બનાવીને પિતૃઓને તેનો ભોગ ચઢાવવામાં આવે છે. શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ ભોગ ચઢાવવામાં આવે છે?




હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું.
આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી.
ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારેથી શ્રાદ્ધનું ભોજન કાગડાઓને આપવામાં આવ્યું છે. 
જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે. તેને એક જ આંખથી જોવામાં આવે છે. હિન્દુ માન્યતા પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરાવવી જોઈએ.




જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે તે જ રીતે આપણે એ આશા કરીએ છીએ કે આપણા પિતૃ્ઓ પણ સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવીને રાખે છે. 




તેઓ આપણી ખોટી આદતોને પણ એ જ રીતે સ્વીકારે છે જે પ્રકારે સારી વાતોને સ્વીકારે છે. આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે.

No comments:

Post a Comment