વર-વધૂનો ગૃહપ્રવેશ શુભ મુહૂર્તમાં જ કેમ કરવામાં આવે છે?
જ્યોતિષ અનુસાર આપણા ધર્મગ્રંથમાં ગૃહ પ્રવેશ સમયે નવવિવાહિત યુગલોનું જીવન નિર્ભર કરે છે. આ જ કારણે તેઓ સમય અને શુભ મુહૂર્ત જોઈને વર વધૂને ગૃહપ્રવેશ કરાવી શકે છે. માનવામાં આવે છે કે જો નિષ્ચિત સમય પર કોઈ શુભ મુહૂર્ત ન આવે તો નવયુગલનો ગૃહપ્રવેશ ટાળવો જોઈએ.
આપણા ધર્મગ્રંથો અનુસાર વધૂને લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. જો ખોટા સમયે વધૂ એટલે કે લક્ષ્મીનો ગૃહ પ્રવેશ કરવામાં આવે તો તે ઘરમાં લક્ષ્મી સ્થાયી સ્વરુપથી ટકતી નથી. આ જ કારણે નવવધૂને ઘરમાં પ્રવેશ કરાવવાની પરંપરા છે. તેનાથી વરરાજાના ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ રહે છે. વર વધૂનું જીવન સુખી અને સમૃદ્ધ રહે છે અને સાથે જ આનંદથી ભરેલું રહે છે. નવી વધૂના પ્રવેશ માટે રાત્રિકાળને શુભ માનવામાં આવે છે. વિશેષ કરીને સ્થિર સંજોક નક્ષત્ર ( ઉત્તરફાલ્ગુની, ઉત્તરઅષાઢ, ઉત્તર ભાદ્રપદ અને રોહિણી) શુભ માનવામાં આવે છે. સાથે જ કોઈ જ્યોતિષી કે પંડિતના બતાવેલા શુભ મુહૂર્તમાં પણ તમે નવદંપતિને ઘરમાં પ્રવેશ આપી શકો છો.
No comments:
Post a Comment